ધો.6થી 12 ના વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક બનવાની તક, 15 ઓગસ્ટ સુધી નોંધણી
Live TV
-
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 'નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026' માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ ગુજરાત રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ અને ટકાઉ ઉકેલો રજૂ કરવાની અનોખી તક પૂરી પાડે છે.

મુખ્ય થીમ અને પેટા-વિષયો
ચાલુ વર્ષે આ કોંગ્રેસની મુખ્ય થીમ "Science and Innovation for Sustainability" (સ્થિરતા માટે વિજ્ઞાન અને નવીનતા) રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ નીચે જણાવેલા પાંચ મહત્વના વિષયો અંતર્ગત પોતાના પ્રોજેક્ટ તૈયાર કરી શકશે:
-
કચરા વ્યવસ્થાપન
-
ઊર્જા
-
જળ સંરક્ષણ
-
ખોરાક, કૃષિ અને આરોગ્ય
-
ભારતીય જ્ઞાન પરંપરા
કોણ લઈ શકશે ભાગ? (પાત્રતા અને નિયમો)
-
વય મર્યાદા: ૧૦ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ (ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ શાળાની બહારના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે).
-
ટીમ રચના: બે વિદ્યાર્થીઓની ટીમ + એક માર્ગદર્શક શિક્ષક.
-
નોંધણી ફી: વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નોંધણી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે.
-
છેલ્લી તારીખ: ઓનલાઈન નોંધણી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ છે.
સ્પર્ધાનું માળખું અને વિશેષ લાભ
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે, અને ત્યાંથી કુલ ૨૬ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે.
વધુમાં, ગુજકોસ્ટ દ્વારા નવીન અને ઉપયોગી પ્રોજેક્ટ્સને Intellectual Property Facilitation Centre (IPFC) મારફતે પેટન્ટ, ડિઝાઇન અને કૉપિરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા મેળવવામાં પણ વિશેષ આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે.
રાજ્યની તમામ શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ વૈજ્ઞાનિક મહાકુંભમાં ઉત્સાહપૂર્વક જોડાઈને પોતાની પ્રતિભા સાબિત કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે.
નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કૉંગ્રેસ – એક નજરમાં
વિગત માહિતી કાર્યક્રમ નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 આયોજક NCSTC, ભારત સરકાર રાજ્ય સંયોજક GUJCOST, ગુજરાત સરકાર ઉંમર અને ધોરણ 10 થી 17 વર્ષ (ધોરણ 6 થી 12) ટીમનું માળખું 2 વિદ્યાર્થીઓ + 1 માર્ગદર્શક શિક્ષક મુખ્ય થીમ Science and Innovation for Sustainability પેટા-થીમ્સ 5 મહત્વના વિષયો નોંધણી ફી સંપૂર્ણપણે નિઃશુલ્ક છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2026 રાષ્ટ્રીય પસંદગી રાજ્યમાંથી 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ વિશેષ લાભ પેટન્ટ, ડિઝાઇન અને કૉપીરાઇટ માટે GUJCOST સહાય -