નાસાના પ્રમુખ બિલ નેલ્સન અંતરીક્ષ સહયોગ મજબૂત બનાવવા ભારતના પ્રવાસે
Live TV
-
નાસાના પ્રમુખ બિલ નેલ્સન આવતા વર્ષે લોન્ચ થનાર નાસા-ઇસરોનું સયુક્ત મિશન NISARના નિરીક્ષણ માટે બેંગલુરુ ખાતે ઇસરોની મુલાકાત લેશે
નાસાના પ્રમુખ બિલ નેલ્સન અમેરિકા અને ભારત વચ્ચે અંતરીક્ષ સહયોગ મજબૂત કરવા ભારતના પ્રવાસે છે. આવતા વર્ષે લોન્ચ થનાર નાસા-ઇસરોનું સયુક્ત મિશન NISARના નિરીક્ષણ માટે બેંગલુરુ ખાતે ઇસરોની મુલાકાત લેશે. આવતા વર્ષે અમેરિકા એક અંતરીક્ષ ભારતીય યાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં મોકલવા પર પણ કામ કરી રહ્યું છે.નાસા પ્રમુખે કેટલાક વિધ્યાર્થીઓ સાથે વતચીત કરી હતી.
ભારતીય અવકાશ સંસ્થા ISRO અને NASA ના વૈજ્ઞાનિકો NISAR મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. 2024 ની શરૂઆતમાં લોન્ચ થવાની તૈયારીમાં NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) ને NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ મિશનથી પૃથ્વીની જમીન અને બરફની સપાટીની હિલચાલને અત્યંત ચોકસાઈ સાથે ટ્રેક કરી શકાશે.
આ અંગે આગાઉ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ)ના ડાયરેક્ટર લૌરી લેશિને જણાવ્યું હતું કે, ISRO અને NASA બંને અવકાશ એજન્સીઓના વૈજ્ઞાનિકો NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓએ અવકાશયાનમાંથી આવતા ડેટાનો મહત્તમ લાભ લેશે.