પાટણઃ ગોકુલ ગ્લોબલ યુનિ. ખાતે ટેકક્ષેત્ર-2020 ફેસ્ટિવલ, 15 કૉલેજો જોડાઈ
Live TV
-
પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એન્જિનિયરિંગ ક્ષેત્રના વિધ્યાર્થીઓ માટે બે દિવસના ટેકક્ષેત્ર 2020 ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતની 15 કોલેજોના 31 ટીમના 550 વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેસ્ટીવલમાં રોબોટ્સ અખાડા, એકવા રોબો રેસ, સ્ત્રૂક્તો કોડ વેરીયર અને ઓટોકેડ સ્માર્ટ જેવી ટેકનિકલ ઇવેન્ટ રાખવામા આવી હતી. જેમાં ગુજરાત ભરના એન્જિનિયર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ વિદ્યાર્થીઓ ટેકનિકલના તમામ પાસાઓ જાણી શકે તે માટે માર્ગદર્શકો પણ હાજર રહ્યાં હતા.