ભારતના મિશન ચંદ્રયાન-3ને વધુ એક સફળતા મળી
Live TV
-
ઈસરોએ જણાવ્યું છે કે,પ્રજ્ઞાન રોવરે કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવી
ભારતના મિશન ચંદ્રયાન-3ને વધુ એક સફળતા મળી છે. ઈસરોએ જણાવ્યું છે કે,પ્રજ્ઞાન રોવરે કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવી છે.
જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર,એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઈટૈનિયમ, મેંગનીઝ, સિલિકોન અને ઓક્સિજન હોવાની જાણકારી મળી છે.
પ્રજ્ઞાન રોવર દ્વારા હાઈડ્રોજનની શોધની પ્રક્રિયા ચાલી રહી છે. ઈસરોએ જણાવ્યું છે કે, પ્રથમ વખત, ચંદ્રના દક્ષિણ ધ્રુવનું તાપમાન માપવામાં આવ્યું છે. ભારતીય ચંદ્રયાન મિશનનું પ્રજ્ઞાનરોવર ચંદ્રની સપાટી અંગે નવી નવી માહિતી વિશ્વને આપી રહ્યું છે.