ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ GalaxEyeને 'OptoSAR' ટેકનોલોજીના US પેટન્ટ મળ્યાં
Live TV
-
નવી દિલ્હી: ભારતીય સ્પેસ-ટેકનોલોજી સ્ટાર્ટઅપ 'ગેલેક્સઆઈ' (GalaxEye) એ એક મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીની ક્રાંતિકારી 'ઓપ્ટોસાર્' (OptoSAR) ઈમેજિંગ ટેકનોલોજી માટે યુનાઇટેડ સ્ટેટ્સ (US) તરફથી સત્તાવાર પેટન્ટ એનાયત કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે જ ગ્લોબલ ડીપ-ટેક ક્ષેત્રે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપનો દબદબો વધુ મજબૂત થયો છે. નોંધનીય છે કે, આ મૂળભૂત ટેકનોલોજી માટે ભારતમાંથી અગાઉથી જ પેટન્ટ મળી ચૂક્યું છે.

શું છે આ ખાસ 'OptoSAR' ટેકનોલોજી?
અત્યાર સુધી પૃથ્વીના અવલોકન (Earth Observation) માટે ઓપ્ટિકલ અને સેટેલાઇટ રડાર (SAR) સેન્સર્સ અલગ-અલગ કામ કરતા હતા, અથવા ડેટા મેળવ્યા બાદ તેને મર્જ કરવામાં આવતા હતા. જેના કારણે સમય અને ઈમેજ મેચિંગમાં તફાવત રહી જતો હતો.
-
સિન્ક્રોનાઇઝ્ડ સેન્સર્સ: ગેલેક્સઆઈની પેટન્ટ ટેકનોલોજી ઓપ્ટિકલ અને માઇક્રોવેવ સેન્સર્સને સિસ્ટમ લેવલ પર જ એકસાથે જોડે છે.
-
ઓલ-વેધર ઈમેજિંગ: આ ટેકનોલોજી ઓપ્ટિકલ ઈમેજિંગની વિઝ્યુઅલ માહિતી અને SAR ની દિવસ-રાત તેમજ કોઈપણ હવામાન (વાદળો કે ધુમ્મસ) માં ઈમેજિંગ કરવાની ક્ષમતાને એકસાથે જોડે છે.
મિશન 'દ્રષ્ટિ' અને ભાવિ યોજનાઓ
ગેલેક્સઆઈના સ્થાપક અને CEO સુયશ સિંઘે જણાવ્યું હતું કે, "આ એક એવી શોધ છે જે ભારતમાં થઈ છે. અમેરિકી પેટન્ટ મળવાથી એ સાબિત થાય છે કે ભારતીય ડીપ-ટેક કંપનીઓ વિશ્વસ્તરીય ટેકનોલોજી વિકસાવવામાં સક્ષમ છે."
-
વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર્ સેટેલાઇટ: કંપનીએ મે મહિનામાં 'મિશન દ્રષ્ટિ' (Mission Drishti) લોન્ચ કર્યું હતું, જે સિંગલ સેટેલાઇટ પ્લેટફોર્મ પર મલ્ટીસ્પેક્ટ્રલ અને SAR ને જોડતો વિશ્વનો પ્રથમ 'OptoSAR' સેટેલાઇટ હતો.
-
ભારતનો સૌથી મોટો ખાનગી સેટેલાઇટ: 190 કિલોગ્રામ વજન ધરાવતો 'દ્રષ્ટિ' લોન્ચિંગ સમયે ભારતનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રે નિર્મિત અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હતો.
-
30 સેટેલાઇટ્સનું નેટવર્ક: આગામી 5 વર્ષમાં કંપની 30 સેટેલાઇટ્સનો એક વિશાળ સ્પેસ નેટવર્ક (Constellation) તૈયાર કરવાની યોજના ધરાવે છે.
-
ઉપયોગિતા: આ નેટવર્ક સંરક્ષણ (Defence), કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીમા ક્ષેત્ર, દરિયાઈ ગુપ્તચર માહિતી અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં સચોટ ડેટા પૂરો પાડશે.
ઓગસ્ટ મહિનામાં જ બેંગલુરુ સ્થિત સ્પેસક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપની 'સ્ટારઓપ્સ' (StarOps) નું સંપાદન કરીને ગેલેક્સઆઈએ પોતાની ઈન-હાઉસ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી છે.
-