ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
Live TV
-
ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણે સફળતાપૂર્વક તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા છે.
ભારતની અગ્નિ-4 મિસાઈલ તેની પ્રહાર ક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવનારી છે. આ મિસાઈલથી 4,000 કિલોમીટર સુધીના સ્થાનને નિશાન બનાવી શકાય છે. સરંક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવાર 6 સપ્ટેમ્બરે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-4ને ઓડિશાના ચાંદીપુરમાં ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.
પ્રક્ષેપણમાં અગ્નિ-4 મિસાઈલે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. આ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ લગભગ બે વર્ષ બાદ કરવામાં આવ્યું છે. આ પહેલા તેનું પરીક્ષણ 6 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું.
અગ્નિ-4 ભારતની અગ્નિ સિરીઝની ચોથી મિસાઈલ છે. આ ખૂબ જ ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે વિશ્વની અન્ય રેન્જની મિસાઈલો કરતાં ઘણી હળવી છે. તેનું વજન 17 હજાર કિલો છે. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે.
મિસાઈલની ખાસિયત
અગ્નિ-4 મિસાઈલ વિશ્વની આ રેન્જની મિસાઇલોની સરખામણીમાં એકદમ હલકી છે.
વજન લગભગ 17000 કિલોગ્રામ
લંબાઈ લગભગ 66 ફૂટ
રેન્જ 4000 કિલોમીટરથી વધુ
આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે
મિસાઈલમાં પરમાણુ શસ્ત્રોને સરળતાથી લઈ જઈ જવાની ક્ષમતા
મિસાઈલમાં તમામ પ્રકારના હથિયારોની લઈ જવાની ક્ષમતા
મિસાઈલની રેન્જ 4000 કિલોમીટરથી વધુભારત માટે આ મિસાઈલનું સફળ પરીક્ષણ ખૂબ જ ખાસ છે. તેની વિશેષ ખાસિયત તેની 4000 કિલોમીટરથી વધુની રેન્જ છે અને પાકિસ્તાન અને ચીન બંને તેની રેન્જમાં આવી શકે છે. આ સિવાય તે પરમાણુ હથિયારો લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આવી સ્થિતિમાં તે ભારતના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિસાઈલની બીજી વિશેષતા એ છે કે તે 900 કિલોમીટરની ઉંચાઈ સુધી સીધી ઉડી શકે છે. તે 100 મીટર દૂરના ટાર્ગેટને સરળતાથી ઓળખી શકે છે. તે 100 મીટરની ત્રિજ્યામાં આવતા કોઈપણ લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.