મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા STUDY AT HOME APP બનાવવામાં આવી
Live TV
-
ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિધાર્થીઓ આનંદ સાથે સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે ગુજરાત માંપ્રથમ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે
મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા STUDY AT HOME APP બનાવવામાં આવી છે. ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિધાર્થીઓ આનંદ સાથે સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે ગુજરાત માંપ્રથમ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે... ખુબજ ટૂંકા સમય માં 12300 વિદ્યાર્થી ઓ આ એપ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે.. આ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.
શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઉપરોક્ત પંક્તિ ને મહેસાણા જિલ્લાના શિક્ષકો સાચા અર્થ માં સાકાર કરી રહયા છે. તેમાંય કોરોનાની મહામારી માં મહેસાણા જિલ્લાના શિક્ષકો એવા ડૉ. મિહિર એન. સોલંકી અને રવિ પટેલ દ્વારા ‘Study At Home’ એપ્લિકેશન તૈયાર કરી છે. જિલ્લાના ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરી હતી. જિલ્લામાં શાળાઓ બંધ છે. આ સમયે વિધાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે તે માટે એપ્લિકેશન તૈયાર કરાઇ છે. આ એપ્લિકેશન થકી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો માટે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે સંદેશ આપવાની સાથે બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ મહેસાણા જિલ્લામાં કરાયો છે.
જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હશે તે વાલીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના સંતાનને ‘Study At Home’ એપ્લિકેશન દ્વારા શિક્ષણ સાથે જ્ઞાન આપી શકશે.બદલાતા જતાં સમયની સાથે કદમ મિલાવીને પરિશ્રમ કરીને નવું સંશોધન કરવું ગુજરાતનો સ્વભાવ રહ્યો છે ત્યારે આ એપ પણ તેનું જ એક ફળસ્વરૂપ છે...