શુક્ર ગ્રહના વાયુ મંડળમાં ફોસ્ફીન વાયુ મળ્યાનો બ્રિટનના વૈજ્ઞાનિકોનો દાવો
Live TV
-
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ફોસ્ફીનની ઉપસ્થીતિથી ખ્યાલ આવે છે કે શુક્ર ઉપર રાસાયણીક પ્રક્રિયા થઇ રહી છે. જેથી તેના વાયું મંડળમાં ગેસની ઉત્પતી ની સારી રીતે જાણકારી મેળવવા માટે વધુ સંશોધનની જરૂર છે
બ્રિટનના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે શુક્ર ગ્રહના વાયુ મંડળમાં ફોસ્ફીન વાયુ મળ્યો છે. જે ત્યાં જીવન હોવાનો સંકેત આપે છે. સંભાવના વ્યકત કરવામાં આવી છે કે શુક્ર ગ્રહના વાદળોમાં શુક્ષ્મ જીવ તરી રહ્યાં છે. ધરતી પર ફોસ્ફીનનો સબંધ જીવન ઉપર છે. બ્રીલ્સ કાર્લેશ યુનિવર્સિટી ના એસ્ટ્રોનોમર જીનરીમ અને તેમના સહયોગીઓએ હવાઇ અને ચીલામાં સ્થીત ટેલીસ્કોપથી શુક્ર ગ્રહ ઉપર સતત નજર રાખી છે. તેનાથી તેમને ફોસ્ફીનના પેટ્રોલ સીગ્નેચરની જાણકારી મળી, ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ સંભાવના વ્યકત કરી છે કે શુક્ર ગ્રહના વાદળોમાં આ ગેસ મોટી માત્રામાં છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ફોસ્ફીનની ઉપસ્થીતિથી ખ્યાલ આવે છે કે શુક્ર ઉપર રાસાયણીક પ્રક્રિયા થઇ રહી છે. જેથી તેના વાયું મંડળમાં ગેસની ઉત્પતી ની સારી રીતે જાણકારી મેળવવા માટે વધુ સંશોધનની જરૂર છે