Skip to main content
Settings Settings for Dark

અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

Live TV

X
  • ભારતે 9મી વખત અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ ટ્રોફી સૌથી વધુ 5 વખત જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ઓસ્ટ્રેલિયન ટીમ 3 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચુકી છે. ભારતની નજર છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર હશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ પણ ચોથી વખત ટ્રોફી જીતવા માટે ભરપૂર પ્રયાસ કરશે.

    અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો 11 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, આયરલેન્ડ, અમેરિકા, ન્યુઝીલેન્ડ, નેપાળ અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની સતત 6 મેચ જીતી છે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 48.5 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 9 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply