અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને જીત માટે 325 રનનો ટાર્ગેટ આપ્યો
Live TV
-
અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝાદરાએ બનાવ્યા 177 રન
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બન્યા ખેલાડી
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ Bની એક મહત્વપૂર્ણ મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડની ધારદાર બોલિંગ સામે 325 રનનો ખડકલો કર્યો છે. ઓપનર ઈબ્રાહિમ ઝાદરાને ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમીને 146 બોલમાં 177 રન ફટકારી ઈતિહાસ રચી દીધો છે. આ સિવાય હશમતુલ્લા અને નબી 40-40 રન પર આઉટ થયા છે તો, ઓમરઝાઈએ પણ 41 રન ફટકાર્યા છે. આર્ચરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશના સ્પીનર્સની સામે હવે ઇંગ્લેન્ડની બેટિંગ લાઈન અપની અગ્નિપરીક્ષા છે.
