Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી : સર્વોદય હાઈસ્કૂલનું ગૌરવ વધારતા રમતવીરો, વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ રહ્યા અગ્રેસર

Live TV

X
  • મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના રમતવીરોએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી રમતગમત ક્ષેત્રે શાળાને આગવી ઓળખ અપાવી

    શિક્ષણની સાથે સાથે સરકાર દ્વારા આયોજીત સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ માં અગ્રેસર રહેતી મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સેકંડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલ ના ખેલાડીઓએ ચાલુ વર્ષ દરમ્યાન સંપન્ન થયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં કૌશલ્ય, પરિશ્રમ, શારીરિક ક્ષમતા અને કોચીંગ ના સહારે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી રમતગમત ક્ષેત્રે શાળાને આગવી ઓળખ અપાવી ગૌરવવંત બનાવી છે.

                જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ ભાઈઓની ટીમ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બની છે , સોફ્ટ ટેનીસ સ્પર્ધામાં તમામ વિભાગોમાં ભાઈઓ-બહેનોની ટીમ પ્રથમ સ્થાને, લોન ટેનીસ અન્ડર-૧૪ ભાઈઓ ,અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ ભાઈઓ-બહેનો ની ટીમ પ્રથમ સ્થાને રહી , હેન્ડબોલ અન્ડર-૧૯ બહેનો ની ટીમ પ્રથમ , ભાઈઓની દ્રિતીય અન્ડર-૧૪ બહેનોની ટીમ તૃતીય સ્થાને રહી આ ઉપરાંત હોકી,એથ્લેટીક્સ જેવી રમતો માં પણ પ્રસંશનીય દેખાવ કર્યો. શાળાના કુલ-૧૦૨ જેટલા સ્પર્ધક ભાઈ બહેનો વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદગી પામ્યા છે.રમતગમત ક્ષેત્રે શાળાને ગૌરવવંત સિદ્ધિઓ અપાવવા બદલ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બિપીનભાઈ આર.શાહ , ઉપપ્રમુખ કનુભાઈ સી.શાહ , પ્રભારી માનદમંત્રી ધીરેનભાઈ પ્રજાપતિ અને પ્રિન્સીપાલ ડૉ આર.સી.મહેતા એ આવનાર દિવસોમાં નવી ઊંચાઈઓ સર કરી જિલ્લા નું અને શાળાનું નામ અગ્રેસર કરે તેવી શુભેચ્છાઓ આપી તેઓના માર્ગદર્શક કે.એ.જોષી સ્પોર્ટ્સ ટ્રેઇનર ડૉ .અમિત ઉપાધ્યાય અને રવીન્દ્ર પુવાર ને અભિનંદન આપ્યા હતા.

     

    અંકિત ચૌહાણ

    અરવલ્લી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply