આઇપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ સનરાઇઝર વચ્ચે ટક્કર
Live TV
-
આઇપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ સનરાઇઝર વચ્ચે મહત્વની મેચ રમાવાની છે. રવિવારે રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે ચૈન્નાઇ સુપરકિંગ્સને છ વિકેટે હાર આપી હતી. આઈપીએલ 2023ની વાત કરીએ તો ગઈકાલે રોયલ ચેન્જર બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 112 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર બેંગ્લોરે 5 વિકેટ ગુમાવીને 172 ના લક્ષ્ય આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાનની ટીમ સતત વિકેટ ગુમાવતી રહી અને ફક્ત 10.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. રાજસ્થાનના ખેલાડી યશસ્વી જયસ્વાલ, જોશ બટલર, અશ્વિન શૂન્ય પર આઉટ થયા હતાં. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત ટાઈટન અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાશે.
