Skip to main content
Settings Settings for Dark

આઇપીએલ 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે હરાવ્યું, CSK પાંચમી વખત બન્યું ચેમ્પિયન

Live TV

X
  • આઇપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિજય બન્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં CSKએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.

    ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ગુજરાતે પ્રથમ 2 ઓવરમાં ધીમી શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરથી જ રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઝડપથી રન બનાવવા લાગ્યા હતા. બન્ને ખેલાડીઓને એક જીવતદાન પણ મળ્યું, ત્યારબાદ બન્નેએ મોટા શોટ ફટકાર્યા અને ટીમનો સ્કોર 6 ઓવરમાં 62 રન સુધી પહોંચાડ્યો હતો.  સાંઈ સુદર્શને 96 અને રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. CSKએ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 

    15 ઓવરમાં 171 રનના ટાર્ગેટને ચેઝ કરતા CSKએ ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ઝડપી શરૂઆત કરી હતી. બન્નેએ માત્ર 4 ઓવરમાં ટીમનો સ્કોર 52 રન બનાવી દીધો હતો. ઓવરોના ઘટાડા બાદ પાવરપ્લે પણ માત્ર 4 ઓવરનો કરવામાં આવ્યો હતો. CSKને છેલ્લા 2 બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે. રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply