આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ ચેન્નાઈ ખાતે રમાશે
Live TV
-
જ્યારે બીજી મેચ સાંજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે
IPLમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે જયપુરમાં મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતને મળેલા 119 રનના ટાર્ગેટને ટીમે માત્ર 13.5 ઓવરમાં 1 વિકેટના નુક્સાને જ ચેઝ કરી લીધો હતો. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ચાર IPL મેચ રમાઈ છે જેમાંથી ત્રણમાં ગુજરાત અને એકમાં રાજસ્થાને જીત મેળવી છે. આજની મેચની વાત કરવામાં આવે તો પ્રથમ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ ચેન્નાઈ ખાતે રમાશે.. જ્યારે બીજી મેચ સાંજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે દિલ્હી ખાતે રમાશે.
8 એપ્રિલે વાનખેડેમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઘર આંગણે હારનો સામનો કર્યો હતો. સિઝનમાં હવે ફરી બંને ટીમો આમને સામને થઈ રહી છે. આઈપીએલની બંને ટીમો સૌથી સફળ છે. બંને કેપ્ટન ટૂર્નામેન્ટના સૌથી સફળ છે. ચેન્નાઈએ ધોનીની આગેવાનીમાં ચાર વાર અને મુંબઈએ રોહિત શર્માની આગેવાનીમાં પાંચ વાર ટ્રોફી જીતી છે. જોકે આ સિઝનમાં બંને ટીમો માટે સ્થિતી સંઘર્ષની છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરવામાં આવેતો સિઝનમાં તે 11 પોઈન્ટ્સ ધરાવે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. ચેન્નાઈ 10 મેચ રમી ચુક્યુ છે જેમાંથી 5 મેચમાં જીત મેળવી હતી જ્યારે મુંબઈ સિઝનમાં 9 મેચ રમીને 5 મેચ જીત્યું છે.
