આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ, ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ
Live TV
-
આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ, ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 સીરિઝની ચોથી મેચ 1 ડિસેમ્બર આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. એક તરફ ભારત આ મેચ જીતીને અજેય લીડ લેવાનું લક્ષ્ય રાખશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સીરિઝ 2-2થી બરાબર કરવા મેદાનમાં ઉતરશે. શ્રેયસ અય્યર આ મેચથી ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરી રહ્યો છે.
બીજી તરફ, સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વમાં ત્રણેય સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરાઈ છે. આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારત ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડથી અનુરોધ કર્યો કે, તેઓ T20 અને વન-ડેમાં નહીં રમે. આ સિવાય મોહમ્મદ શમી ફિટનેસ સમસ્યાઓના કારણે આ બંને સીરિઝમાંથી બહાર રહેશે.