આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેને 16 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપ જીત્યો
Live TV
-
ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી 2026 ફીફા વર્લ્ડ કપની અત્યંત રોમાંચક અને સંઘર્ષપૂર્ણ ફાઇનલ મેચમાં સ્પેને 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને 16 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ અગાઉ સ્પેને 2010માં નેધરલેન્ડ્સને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.
ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી 2026 ફીફા વર્લ્ડ કપની અત્યંત રોમાંચક અને સંઘર્ષપૂર્ણ ફાઇનલ મેચમાં સ્પેને 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને 16 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ અગાઉ સ્પેને 2010માં નેધરલેન્ડ્સને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.
ફેરાન ટોરેસનો નિર્ણાયક ગોલ મેચની નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર રહી હતી અને કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. આખરે મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી, જ્યાં 106મી મિનિટે નિકો વિલિયમ્સના ક્રોસને ફેરાન ટોરેસે શાનદાર રીતે જમણા પગથી શોટ ફટકારીને ગોલપોસ્ટમાં મોકલી દીધો અને સ્પેનને ઐતિહાસિક વિજય અપાવ્યો.
એન્ઝો ફર્નાન્ડીઝનું રેડ કાર્ડ બન્યું ટર્નિંગ પોઈન્ટ આર્જેન્ટિના માટે મેચનો સૌથી મોટો ઝટકો 90+2મી મિનિટે લાગ્યો, જ્યારે મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝે સ્પેનના ડિફેન્ડર પાઉ કુબાર્સી પર રફ ટેકલ કરતા રેફરીએ તેને સીધું રેડ કાર્ડ બતાવ્યું હતું. પરિણામે, આર્જેન્ટિનાએ આખા એક્સ્ટ્રા ટાઇમમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું, જેનો ફાયદો સ્પેનને મળ્યો.
પ્રથમ હાફમાં સ્પેનનો સંપૂર્ણ દબદબો મેચની શરૂઆતથી જ સ્પેને પોતાના આક્રમક દેખાવથી આર્જેન્ટિના પર દબાણ બનાવ્યું હતું. પ્રથમ હાફમાં સ્પેન પાસે 64% બોલ પઝેશન રહ્યું હતું, જ્યારે આર્જેન્ટિના એક પણ શોટ લગાવી શક્યું નહોતું. સ્પેનના યુવા સ્ટાર લામિન યમાલ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સીને ગોલ કરવાની તકો મળી હતી, પરંતુ બંને તેનો લાભ ઉઠાવી શક્યા નહોતા. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે કેટલાક અદ્ભુત બચાવ કરીને ટીમને લાંબા સમય સુધી મેચમાં ટકાવી રાખી હતી.
આર્જેન્ટિનાના છેલ્લી ક્ષણ સુધીના પ્રયાસો નિષ્ફળ ગોલ ખાધા બાદ આર્જેન્ટિનાએ વળતા હુમલા શરૂ કર્યા હતા. 120મી મિનિટે લિઓનલ મેસ્સીના ક્રોસ અને ઇન્જરી ટાઇમમાં મળેલી ફ્રી-કિક પર ગોલ કરવાના ભરપૂર પ્રયાસો થયા, પરંતુ સ્પેનિશ ડિફેન્ડર્સ અને ગોલકીપર ઉનાઈ સિમોને તમામ ખતરાને નિષ્ફળ બનાવ્યા. આ સાથે જ અંતિમ વ્હીસલ વાગતાની સાથે જ સ્પેનના છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને ટીમ બીજી વખત વિશ્વ વિજેતા બની હતી.
