એક એવો ખેલાડી જે કોમામાં રહ્યા બાદ ઓલમ્પિકમાં રમ્યો અને જીત્યો મેડલ,,વાંચો એક ક્લીકમાં..
Live TV
-
11 મહિના સુધી કોમામાં રહ્યાં બાદ ઓલમ્પિકમાં જીત્યો મેડલ, વડાપ્રધાને પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં કર્યો હતો ઉલ્લેખ
11 મહિના પહેલા એક દૂર્ઘટનામાં માર્કનાં શરીરનાં ૧૭ હાડકાઓ તૂટી ગયા હતાં અને ત્યારબાદ તેઓ કોમામાં ચાલ્યા ગયા હતાં. માર્કની પાસળીઓ, જડબુ, ફેફસા સહિત અન્ય ઘણાં ભાગોમાં ફેક્ચર્સ આવ્યા હતાં. સ્નોબોર્ડિંગ કરતા સમય તેઓ ઝાડ સાથે અથડાયા હતા અને તેથી ૧૧ મહિના પછી તેમણે વિન્ટર ઓલમ્પિકમાં ભાગ લીધો હતો અને ખૂબ જ શાનદાર પર્ફોમન્સ કરતા સ્લોપ સ્ટાઈલ ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને તેઓએ બધાને આશ્ચર્ય ચકીત કરી દીધા હતાં. માર્કનો આ બીજો મેડલ છે. જો કે, આ વખતે કોઈને પણ એવી આશા નહતી કે તેઓ મેડલ મેળવી શકશે પરંતુ તેમણે ખરેખર આવું કરીને બતાવ્યું. વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ ’પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન બાળકો સાથે એક મિત્રની જેમ જ વાતો કરવાની શરૂઆત કરી. વડાપ્રધાન મોદીએ આત્મવિશ્વાસનું મહત્વ જણાવતા કેનેડાનાં એક રમતવીરનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે ’હમણા તાજેતરમાં સાંભળવા મળેલા એક સમાચારે મારા દિલ પર બહું અસર કરી દીધી છે. તેમણે જણાવ્યું કે સાઉથ કોરિયામાં ચાલી રહેલા ઓલમ્પિકમાં કેનેડાનાં એક ખેલાડી માર્કે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. સ્નો બૉલ પ્રેક્ટિસમાં તેને થોડા સમય પહેલા ખૂબ ભયકંર ઈજા થઈ હતી.