Skip to main content
Settings Settings for Dark

એલેના રાયબાકીના બની US Open 2026ની ચેમ્પિયન, એરિના સબાલેન્કાને હરાવી જીત્યું કરિયરનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ

Live TV

X
  • કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાએ ઇતિહાસ રચતા US Open 2026નું મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. વિશ્વની નંબર-1 ખેલાડી રાયબાકીનાનું આ પહેલું યુએસ ઓપન ટાઇટલ છે. રોમાંચક ફાઇનલ મેચમાં તેણે વિશ્વની નંબર-2 ખેલાડી બેલારૂસની એરિના સબાલેન્કાને પરાજય આપીને આ સિદ્ધિ મેળવી હતી.

    પોતાની કરિયરની પ્રથમ યુએસ ઓપન ફાઇનલ રમી રહેલી રાયબાકીનાએ 2 કલાક અને 21 મિનિટ સુધી ચાલેલા કડક મુકાબલામાં સબાલેન્કાને 6-4, 5-7, 6-2થી હરાવી હતી. આ હાર સાથે જ સબાલેન્કાનું સતત ત્રીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું છે. આ પહેલા રાયબાકીનાએ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ સબાલેન્કાને માત આપી હતી. રાયબાકીનાનું આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અને હવે ચાર મુખ્ય મેજર્સમાંથી માત્ર ફ્રેન્ચ ઓપન જ તેનાથી દૂર છે.

    મેચની શરૂઆતમાં રાયબાકીનાએ પોતાની શક્તિશાળી સર્વ અને સચોટ શોટ્સના દમ પર સબાલેન્કા પર સતત દબાણ બનાવ્યું હતું. તેણે પ્રથમ સેટ 44 મિનિટમાં 6-4થી પોતાના નામે કર્યો હતો. જોકે, સબાલેન્કાએ બીજી ગેમમાં જોરદાર વાપસી કરતા બીજો સેટ 7-5થી જીતીને મેચમાં રોમાંચ જાળવી રાખ્યો હતો.

    નિર્ણાયક અને ત્રીજા સેટમાં રાયબાકીનાએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. તેણે બે એસ (Ace) સાથે પોતાની સર્વિસ હોલ્ડ કરી અને 2-1ની લીડ મેળવી હતી. તે પછી કઝાક ખેલાડીએ પાછળ ફરીને ન જોયું. સબાલેન્કાની ભૂલો અને રાયબાકીનાના શાનદાર ફોરહેન્ડ વિનર્સે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

    છેલ્લી ગેમમાં બે ડબલ ફોલ્ટ છતાં રાયબાકીનાએ પોતાની માનસિક શાંતિ જાળવી રાખી હતી. તેણે મેચ પોઈન્ટ પર શાનદાર ફોરહેન્ડ વિનર ફટકારીને ત્રીજો સેટ 6-2થી જીતી લીધો હતો અને ટ્રોફી પોતાના નામે કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply