Skip to main content
Settings Settings for Dark

એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની દીકરીએ સિદ્ધિ પ્રાપ્ત કરી

Live TV

X
  • એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની દીકરીએ સિદ્ધિ પ્રાપ્ત કરી

    એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની દીકરીએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.

    ચોરવાડના ખેત મજૂરની દીકરી કાજલે ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ તેમજ સ્પર્ધા માટેની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply