Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સ: પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

Live TV

X
  • એશિયન ગેમ્સ: પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

    એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાનારી બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. આ રોમાંચક મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યાથી (સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) શરૂ થશે.

    શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમ ટોચની વરીયતાના કારણે સીધી ક્વાર્ટર ફાઇનલથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો જાળવી રાખવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.અફઘાનિસ્તાનની ટીમ જાપાનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. જો કે, ગ્રૂપ સ્ટેજમાં તેને નેપાળ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાન ટીમ ભારતને સખત ટક્કર આપીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે જોર લગાવશે.

    એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતા 4 ગોલ્ડ, 16 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 37 મેડલ પોતાના નામે કર્યા છે. આજની મેચ જીતીને ભારત મેડલ ટેલીમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
apply