એશિયન ગેમ્સ: ભારતીય ખેલાડીઓનું ધમાકેદાર પ્રદર્શન
Live TV
-
એશિયન ગેમ્સ: ભારતીય ખેલાડીઓનું ધમાકેદાર પ્રદર્શન, ગુલવીર સિંહ અને મુરલી શ્રીશંકરે જીત્યા સિલ્વર મેડલ
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન સતત જારી છે. વિવિધ રમતોમાં ભારતીય એથ્લીટ્સ દેશ માટે ગૌરવ વધારી રહ્યા છે. તાજેતરમાં રમાયેલી સ્પર્ધાઓમાં ભારતે મેડલ ટેલીમાં વધુ કેટલાક શાનદાર ચંદ્રકો ઉમેર્યા છે.
એથ્લેટિક્સ અને શૂટિંગમાં ભારતનું દબદબો:
ગુલવીર સિંહે પુરુષોની 1500 મીટર દોડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. અનુભવી એથ્લીટ શ્રીશંકર મુરલીએ પુરુષોની લોંગ જમ્પ સ્પર્ધામાં શાનદાર છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતની સ્ટાર ખેલાડી ઈશા સિંહે મહિલાઓની ૨૫-મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં કડક મુકાબલો આપીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.વિથ્યા રામરાજે રચ્યો નવો ઇતિહાસ:
મહિલાઓની 400 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં વિથ્યા રામરાજે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેમણે 55 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂરું કરીને પ્રથમ ભારતીય મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સાથે તેમણે દિગ્ગજ દોડવીર પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે.
ક્રિકેટમાં ભારત સેમિફાઇનલમાં:
આઈચી-નાગોયામાં ખરાબ હવામાનના કારણે અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ રદ થવાને કારણે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતર્યા વિના જ સીધી સેમિ-ફાઇનલમાં પહોંચી ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થિતિમાં છે.આ તમામ શાનદાર પ્રદર્શનો સાથે ભારત હાલમાં 4 ગોલ્ડ, 20 રજત અને 21 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 45 મેડલ સાથે મેડલ ટેલીમાં 12માં સ્થાન પર છે. ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનથી આગામી દિવસોમાં મેડલની સંખ્યા વધુ વધવાની પૂરી સંભાવના છે.
