એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે
Live TV
-
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમિફાઇનલમાં આજે ચીનના હુલુનબુર ખાતે ભારતનો મુકાબલોનો દક્ષિણ કોરિયા સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી. ચીનને 3-0થી, જાપાનને 5-1થી, મલેશિયાને 8-1થી, કોરિયાને 3-1થી અને પાકિસ્તાનને 2-1થી હરાવ્યા બાદ ભારત એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા કોરિયાનો સામનો કરવા માટે તૈયાર છે.
દરમિયાન, દિવસની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો યજમાન ચીન સામે થશે.