એશિયન હોકી ચેમ્પિયન્સ ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે
Live TV
-
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ચીનના હુલુનબ્યુરમાં એશિયન હોકી ચેમ્પિયનશિપમાં તેની ત્રીજી મેચમાં છેલ્લી રનર્સ-અપ મલેશિયા સામે રમશે. ભારતે અગાઉ યજમાન ચીનને 3-0થી અને જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભારત છ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ભારતના સુખજીત સિંહ અને કોરિયાના જીહુન યાંગ 3-3 ગોલ સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. સેમી ફાઈનલ 16 સપ્ટેમ્બરે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે.
