ઑસ્ટ્રેલિયન ઑપનમાં 20મો ગ્રાન્ડ સ્લેમ જીતીને ફેડરરે રચ્યો ઇતિહાસ
Live TV
-
સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ખિલાડી રોજર ફેડરલે ફાઇનલમાં ક્રોએશિયાના મારિન સિલિચને હરાવી ઑસ્ટ્રેલિયન ઑપનનો ખિતાબ પોતાને નામ કર્યો છે. તેમણે આ ખિતાબ 6-2, 6-7, 6-3, 3-6, 6-1 જીતી લીધો.
સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે મારિન સિલિચને 6-2, 6-7, 6-3, 3-6, અને 6-1થી હરાવીને 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. મેલબોર્નમાં થયેલા અંતિમ મુકાબલામાં ફેડરરે પહેલો, ત્રીજો અને પાંચમો સેટ જીતીને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કરી લીધું. મેલ સિંગલ્સમાં રોજર સૌથી વધુ ગ્રેન્ડ સ્લેમ જીતનાર ખેલાડી છે. આ સાથે જ તેણે સર્બિયાના નોવાક જોકોવિચ અને ઑસ્ટ્રેલિયાના રોય એમરસનના 6-6 વાર ઑસ્ટ્રેલિયન ઓપન જીતવાના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી. રોજર ફેડરર 30મી વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચ્યા હતા.