Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર

Live TV

X
  • ઓસ્ટ્રેલિયા સામે આ મહિનાના અંતમાં રમાનારી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ઈડન કાર્સન, મોલી પેનફોલ્ડ, હન્ના રો અને બેલા જેમ્સનું પુનરાગમન થયું છે.

    ઓફ સ્પિનર ઈડન કાર્સન કોણીની સર્જરી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. તે ગયા વર્ષે ડિસેમ્બરથી ટીમની બહાર હતી. 51 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલી કાર્સન ન્યૂઝીલેન્ડના સ્પિન વિભાગને મજબૂતી આપશે. 

    સોફી ડિવાઇન અને લી તાહુહૂના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મોલી પેનફોલ્ડ અને હન્ના રોની વાપસીથી ન્યૂઝીલેન્ડના ઝડપી બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. જ્યારે સુઝી બેટ્સના સ્થાને બેલા જેમ્સ ટીમમાં બેટિંગનો વિકલ્પ વધારશે.

    ઈઝી ગેજ અંગૂઠાની ઈજાની સર્જરી બાદ ટીમમાંથી બહાર છે. તેમની ગેરહાજરીમાં પોલી ઈંગ્લિસ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.

    બેન સોયરના જવાથી ડીન બ્રાઉનલીએ વચગાળાના મુખ્ય કોચની જવાબદારી સંભાળી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝ ન્યૂઝીલેન્ડના 2026-27 સત્રનું પ્રથમ આંતરરાષ્ટ્રીય અભિયાન હશે અને 2027ની મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે પણ મહત્વપૂર્ણ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply