કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેમ્સનું પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ સહિત 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,400 થી વધુ ખેલાડીઓ આઠ દિવસીય ઈવેન્ટમાં ભાગ લેશે.
પેરા એથ્લેટ્સ શૂટિંગ, તીરંદાજી, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વેઈટ લિફ્ટિંગ સહિતની સાત ઈવેન્ટમાં ભાગ લેશે. આ ગેમ્સનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી પેરા એથ્લેટ્સને તેમની કુશળતા દર્શાવવા અને પેરા સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવાનો છે.
રમત મંત્રાલયે કહ્યું હતું કે, ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને વ્યાપક તબીબી સુરક્ષા મળશે. તબીબી સુરક્ષામાં કટોકટીની તબીબી સેવાઓ, સાઇટ પરની તબીબી ટીમો અને આવશ્યક આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.