કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે લદ્દાખમાં આઈસ-હોકીના વિકાસ માટે બ્લુ પ્રિન્ટ લોન્ચ કરી
Live TV
-
નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લદ્દાખમાં આઇસ-હોકીના વિકાસ માટે બ્લુપ્રિન્ટ-ધ ગેમ ચેન્જર લોન્ચ કરવા દરમિયાન યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ભારતે વિવિધ ચેમ્પિયનશિપમાં પહેલા કરતાં વધુ મેડલ જીત્યા છે. કેન્દ્રીય મંત્રીએ લદ્દાખ રમતગમતના ક્ષેત્રમાં એક ઉત્તમ ઓળખ બનાવી રહ્યું છે એમ પણ જણાવ્યું હતું.
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ખેલો ઈન્ડિયા જેવી સરકારી યોજનાઓથી ઘણા ખેલાડીઓને ફાયદો થયો છે, જેના પરિણામે એશિયન અને પેરા એશિયન ગેમ્સમાં 100 થી વધુ મેડલ મળ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બ્લુપ્રિન્ટનો હેતુ લદ્દાખને આઈસ હોકી માટે આંતરરાષ્ટ્રીય સ્થળ બનાવવાનો છે.