Skip to main content
Settings Settings for Dark

કેવડિયા કોલોની ખાતે ગુજરાત પોલીસ દ્વારા ખાસ આર્ચરી ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું

Live TV

X
  • તીરંદાજીમાં રસ ધરાવતા પોલીસ જવાનો તીરંદાજીની પ્રેક્ટિસ કરી શકશે. હાલ ગુજરાત પોલીસના 14 જવાનો આ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

    નર્મદાની કેવડિયા કોલોની ખાતે આર્ચરી એટલે કે તીરંદાજીમાં રસ ધરાવતા પોલીસ જવાનો માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ આર્ચરી ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં તીરંદાજીમાં રસ ધરાવતા પોલીસ જવાનો આરોગ્ય વન સામે 30 મીટર,  50 મીટર અને 70 મીટરની તીરંદાજીની પ્રેક્ટિસ કરી શકશે. હાલ ગુજરાત પોલીસના 14 જવાનો આ મેદાન પર તેમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પોલીસ જવાનો ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં આ જવાનોએ ભાગ લઈ કુલ 6 જેટલા મેડલ જીતીને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું હતું. સાથે જ પશ્ચિમ બંગાળમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા પોલીસ મીટમાં ભાગ લઈને આવેલા જવાનો પણ આ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા પોલીસ મીટમાં ગુજરાત બધા રાજ્યો વચ્ચે આઠમોં ક્રમ ગ્રહણ કર્યો હતો. વર્ષ 2019માં ઓલ ઈન્ડિયા માસ્ટર્સ ગેમમાં આ પોલીસ જવાનો ત્રણ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply