ખેલો ઈન્ડિયાનો ગુવાહાટીમાં 10 જાન્યુઆરીથી પ્રારંભ
Live TV
-
ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સને ગણતરીના દિવસો બાકી છે. એવામાં આસામ સરકાર તેના સફળતાપૂર્વકના આયોજનમાં લાગી ગઈ છે. આસામની રાજધાની ગુવાહાટીમાં ખેલો ઈન્ડિયાનું 10 જાન્યુઆરીથી પ્રારંભ થશે.
આ અંગે મુખ્યમંત્રી સોનોવાલે સંલગ્ન અધિકારીઓ સાથે એક મુલાકાત પણ કરી છે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી કરાશે. જેમાં 19 રમતો રમવામાં આવશે અને તેમાં 10 હજારથી વધુ દેશના ખેલાડીઓ ભાગ લેશે.
ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ વિજેતાને એક લાખ રૂપિયા, રજત પદક જીતનારને 75,000 રૂપિયા અને કાંસ્ય પદક જીતનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
