ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ટેનિસ ઈવેન્ટમાં SPPU અને અન્ના યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન મેળવ્યું
Live TV
-
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ટેનિસ ઈવેન્ટમાં SPPU અને અન્ના યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. લખનૌમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં, સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ મહિલા ટેનિસ ઈવેન્ટમાં તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્માનિયા યુનિવર્સિટીને 2-0થી હરાવી હતી.
દરમિયાન જૈન યુનિવર્સિટીની મહિલા ટેનિસ ખેલાડીઓએ મદ્રાસ યુનિવર્સિટીને 2-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરૂષોની ટેનિસ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અન્ના યુનિવર્સિટીએ ભરથિયાર યુનિવર્સિટીને હરાવવા માટે સખત પરસેવો પાડવો પડ્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ ગુજરાત યુનિવર્સિટીએ કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજીને 2-1થી હરાવીને જીત્યો હતો.
