ગુજરાતના ક્રિકેટ ચાહકોએ હવે નહીં જોવી પડે વધુ રાહ, નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય
Live TV
-
GCAના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના બાંધકામની પ્રગતિની સમિક્ષા કરી
ગુજરાતમાં આકાર લઈ રહેલા મોટેરા સ્ટેડિયમની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ મુલાકાત કરી હતી. અમદાવાદના મોટેરા ખાતે નિર્માણ થઇ રહેલા મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિમ હશે, જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિમ કરતા પણ વિશાળ હશે. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમનમાં બેઠકની ક્ષમતા છે, જેની સામે મોટેરા ખાતે નિર્માણ થઇ રહેલા સ્ટેડિયમમાં પ્રેક્ષકોની બેઠક ક્ષમતા 1,10,000 છે.
જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ નથવાણીએ કહ્યું હતું કે, નિર્માણકાર્ય નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે અને નવું સ્ટેડિયમ આધુનિક યુગનું નજરાણું ની રહશે, જે અમદાવાદ શહેરનું એક જોવાલાયક સ્થળમાં તેનો ઉમેરો થશે.
શું છે સ્ટેડિયમની ખાસિયત ?
1,10,000 પ્રેક્ષકો માટે બેઠકની ક્ષમતા
63 એકરમાં આકાર પામશે સ્ટેડિયમ
ક્લબ હાઉસથી સજ્જ હશે
50-55 રૂમ અને ઓલિમ્પિક સ્તરના સ્વિમિંગ પૂલ
3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ
ઉભરતા ક્રિકેટર માટે ઇન-ડોર ક્રિકેટ એકેડેમી
કોર્પોરેટ બૉક્સની સંખ્યા 70-75