Skip to main content
Settings Settings for Dark

ચાઇના ઓપન 2026માં પીવી સિંધુ ભારતની કમાન સંભાળશે

Live TV

X
  • બે વખતની ઓલમ્પિક પદક વિજેતા સ્ટાર ખેલાડી પીવી સિંધુના નેતૃત્વમાં ભારતીય બેડમિન્ટન ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલા પ્રતિષ્ઠિત 'બીડબ્લ્યુએફ સુપર 1000 ટૂર્નામેન્ટ 'ચાઇના ઓપન 2026' માં મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં જ જાપાન ઓપનનું ટાઇટલ જીતીને લાંબા સમયથી ચાલી રહેલા ટ્રોફીના દુકાળને ખતમ કરનાર સિંધુ અત્યારે જોરદાર ફોર્મ અને આત્મવિશ્વાસમાં છે.

    બે વખતની ઓલમ્પિક પદક વિજેતા સ્ટાર ખેલાડી પીવી સિંધુના નેતૃત્વમાં ભારતીય બેડમિન્ટન ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલા પ્રતિષ્ઠિત 'બીડબ્લ્યુએફ સુપર 1000 ટૂર્નામેન્ટ 'ચાઇના ઓપન 2026' માં મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં જ જાપાન ઓપનનું ટાઇટલ જીતીને લાંબા સમયથી ચાલી રહેલા ટ્રોફીના દુકાળને ખતમ કરનાર સિંધુ અત્યારે જોરદાર ફોર્મ અને આત્મવિશ્વાસમાં છે.

    સિંધુના શાનદાર ફોર્મ પર નજર

    ૩૧ વર્ષીય પીવી સિંધુએ જાપાન ઓપનની ફાઇનલ મેચમાં ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામુગુચીને સીધા ગેમમાં 21-17, 21-17થી હરાવીને આશરે બે વર્ષ બાદ પોતાનું પ્રથમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ખાસ વાત એ છે કે સિંધુએ આખા ટૂર્નામેન્ટમાં એક પણ ગેમ નહોતી ગુમાવી, જે તેની શાનદાર વાપસીની સાક્ષી પૂરે છે. અગાઉ સિંધુએ વર્ષ ૨૦૧૬માં પણ ચાઇના ઓપન સુપર સિરીઝનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું, ત્યારે હવે તે આ જ વિજયી રથને આગળ ધપાવવા મેદાને ઉતરશે.

    વિવિધ શ્રેણીઓમાં ભારતનું પ્રતિનિધિત્વ

    • વિમેન્સ સિંગલ્સ: આ કેટેગરીમાં ભારતના ત્રણ ખેલાડીઓ મુખ્ય ડ્રોમાં ઉતરશે, જેમાં પીવી સિંધુની સાથે હોનહાર યુવા ખેલાડી ઉન્નતિ હુડા અને દેવિકા સિહાગ પણ સામેલ છે.

    • મેન્સ સિંગલ્સ: મિશ્ર સિઝન બાદ સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન પોતાની ખોવાયેલી લય અને સતાતતા (consistency) પાછી મેળવવા માટે મેદાને ઉતરશે. તેમની સાથે વર્લ્ડ નંબર 24 આયુષ શેટ્ટી અને અનુભવી શટલર એચ.એસ. પ્રણય પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

    • મેન્સ ડબલ્સ: એશિયન ગેમ્સના ચેમ્પિયન સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. સાત્વિકના કભાના (shoulder) દુખાવા અને ઈજામાંથી સંપૂર્ણ રિકવરી ન થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. જેના કારણે હવે ભારતની તમામ આશાઓ એમ.આર. અર્જુન અને હરિહરણ અમ્સાકરુણન ની જોડી પર ટકેલી છે.

    • મિક્સ્ડ ડબલ્સ: ભારતીય જોડીઓ તરીકે રોહન કપૂર/રુત્વિકા શિવાની ગદ્દે અને ધ્રુવ કપિલા/તનીષા ક્રાસ્ટો ની જોડીઓ પડકાર ઝીલશે. જોકે, આશ્ચર્યજનક રીતે વિમેન્સ ડબલ્સમાં ભારતનું કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં.

    ચાઇના ઓપન માટે ભારતીય ટીમની સંપૂર્ણ યાદી:

    • મેન્સ સિંગલ્સ: લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી, એચ.એસ. પ્રણય.

    • મેન્સ ડબલ્સ: એમ.આર. અર્જુન - હરિહરણ અમ્સાકરુણન.

    • વિમેન્સ સિંગલ્સ: પીવી સિંધુ, ઉન્નતિ હુડા, દેવિકા સિહાગ.

    • મિક્સ્ડ ડબલ્સ: રોહન કપૂર - રુત્વિકા શિવાની ગદ્દે, ધ્રુવ કપિલા - તનીષા ક્રાસ્ટो.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
apply