Skip to main content
Settings Settings for Dark

ચોથા T20 મુકાબલામાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 59 રનથી આપી મ્હાત, ભારત 3-1 થી આગળ

Live TV

X
  • અવેશ ખાનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.

    ભારતે ફ્લોરિડાના લોડરહિલ ખાતે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્કમાં રમાયેલી 5 મેચની વેસ્ટ ઈન્ડીઝ સામેની T-20 શ્રેણીમાં ચોથી મેચ 59 રને જીતી  સિરિઝ પર કબ્જો મેળવી લીધો છે. અગાઉ વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 191 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝ 19.1 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટથઈ ગયું હતું. તો બીજી તરફ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા અર્શદિપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.  અવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ ખેરવી હતી. અવેશ ખાનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલા વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. પાંચમી અને અંતિમ T 20 આજે ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply