જાપાનમાં આજથી ટોકિયો પેરાલિમ્પિકનો થશે ભવ્ય પ્રારંભ, 54 એથ્લિટ કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Live TV
-
પેરાઓલિમ્પિક 2021 રમતોત્સવ આજથી જાપાનના ટોક્યો ખાતે શરૂ થશે. ભારતના 54 ખેલાડીઓ નવ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.. રિયો પેરાઓલિમ્પિકની સુવર્ણ પદક વિજેતા મરિયપ્પન થંગવેલું ઉદ્ધાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક હશે ... પેરા ઓલમ્પિક રમતોત્સવ આજથી લઈને પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતીય ખેલાડીઓ તિરંદાજી, એથ્લેટિક્સ ટ્રેક અને ફિલ્ડ, બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. ભારત દ્વારા પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીની સૌથી મોટી રમતવીરોની ટીમ ટોક્યોમાં ભાગ લઈ રહી છે. જેમાં ટેબલ ટેનિસમાં ગુજરાતની સોનલ પટેલ અને ભાવિના પટેલ જ્યારે બેડમિન્ટનમાં પારુલ પરમાર સહિત 54 રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ કરશે. વિશ્વ એથલેન્ટીક્સ જુનિયર સ્પર્ઘામાં શાનદાર પ્રદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે, 11 મેડલ જેમાં 4 સિલ્વર મેડલ છે તે જીતીને દેશમાં એથલેન્ટીક્સના ભવિષ્યને ઉજળુ બનાવ્યું છે. તેમણે પેરાઓલમ્પિકના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.
