જોકોવિચની પ્રતિયોગિતા બાદ વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ
Live TV
-
જોકોવિચ દ્વારા સર્બિયા અને ક્રોએશિયામાં આયોજિત એડ્રિયા ટૂર ચેરિટી ટેનિસ ટૂર્નામેન્ટમાં સામેલ ત્રણ ખિલાડી ગ્રિગોર દિમિત્રોવ, બોર્ના કોરિક અને વિક્ટર ટ્રોઈકી પહેલેથી જ કોરોના વાયરસના ચપેટમાં આવી ગયા છે.
આ ટૂર્નામેન્ટ દરમ્યાન જોકોવિચની પત્ની પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. નોવાક જોકોવિચ દ્વારા સર્બિયા અને ક્રોએશિયામાં આયોજિત પ્રદર્શની પ્રતિયોગિતામાં ભાગ લીધા બાદ વધુ એક ટેનિસ ખેલાડી કોરોના વાયરસ પોઝિટીવ જણાયો છે.
વિક્ટર ટ્રોઈકીએ મંગળવારે કહ્યું કે, તે અને તેમની ગર્ભવતી પત્ની બંને કોરોના સંક્રમિત છે. ટ્રોઈકી વર્લ્ડ રેકિંગમાં ટૉપ 20માં સામેલ છે.
