ટી-20 વિશ્વકપમાં અફઘાનિસ્તાનને વેસ્ટઈન્ડીઝે 104 રનથી હાર આપી
Live TV
-
ડૈરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડીઝે અફઘાનિસ્તાનને 104 રનથી હાર આપી છે. વેસ્ટઈન્ડીઝે અફઘાનિસ્તાનની ટીમ સામે 219 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જોકે અફઘાનિસ્તાનની ટીમની શરુઆત નબળી રહી અને શરુઆતના ત્રીજા દડે જ અકીલ હુસૈન ત્રણ રનમાં આઉટ થઈ ગયા. બાદમાં ગુલબદીન અને ઈબ્રાહીમની જોડીએ ધુઆંધાર બેટીંગ કરી અફઘાનિસ્તાનનો સ્કોર 45 રન પર પહોંચાડ્યો. જોકે અફઘાનિસ્તાનની સમગ્ર ટીમ 16.2 ઓવરમાં 114 રન કરીને સમેટાઈ ગઈ. વિશ્વકપ માં અફઘાનિસ્તાનની આ પ્રથમ હાર હતી. વેસ્ટઈન્ડીઝે પાંચ વિકેટ પર 218 રનનો લક્ષ્યાંક અફઘાનિસ્તાન સામે મુક્યો હતો પણ અફઘાનિસ્તાની 104 રનથી હાર થઈ.
એક ઓવરમાં 36 રન આપવાની ઘટના પાંચમી વખત બની
પુરુષોની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચના ઈતિહાસમાં પાંચમી વખત એવું બન્યુ કે એક ઓવરમાં 36 રન આપવામાં આવ્યા હોય. પુરુષોના વિશ્વકપમાં આવું બીજી વખત બન્યુ છે. વેસ્ટઈન્ડીઝના જોનસન ચાર્લ્સ અને નિકોલસ પૂરનની જોડીએ બેટીંગ વખતે અફઘાનિસ્તાનના અજમતુલ્લાહ ઉમંરજઈની બોલિંગ દરમિયાન એક ઓવરમાં 36 રન ઝુડી કાઢ્યા હતા. જેમાં ત્રણ સિક્સર, પાંચ નો બોલ, પાંચ વાઈડ બોલ, ચાર લેગ બાય અને એક ફોરનો સમાવેશ થાય છે.