Skip to main content
Settings Settings for Dark

ટી20 વર્લ્ડકપ-2024: ભારત vs પાકિસ્તાન - હાઈવોલ્ટેજ મેચ

Live TV

X
  • ટી20 વર્લ્ડકપ-2024: ગ્રૂપ સ્ટેજમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં હાઈવોલ્ટેજ મેચ રમાશે. ભારતીય સમય મુજબ રાત્રે 8.00 કલાકે મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે. અમેરિકાએ લીગ મેચમાં પાકિસ્તાનને હરાવીને ICC T20 વર્લ્ડકપ 2024નો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. આ મેચ ટાઈ થઈ હતી, જે બાદ મેચ સુપર ઓવરમાં સમાપ્ત થઈ હતી. આ એક હારથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતીય કોચિંગ સ્ટાફે ન્યૂયોર્કની ‘ખતરનાક ઉછાળો’ કરતી પિચ અને પાકિસ્તાન ટીમની ધાકડ બોલિંગને ધ્યાને રાખી છ પ્રેક્ટિસ મેચોમાંથી ત્રણને રફ કરી દીધી હતી, જેના પર ભારતીય બેટરોએ પ્રેક્ટિસ કરી છે.

    ભારત હાલમાં એક મેચ રમીને 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સિવાય અમેરિકા સામે હાર્યા બાદ પાકિસ્તાન ચોથા સ્થાને છે. સુપર-8 માટે ક્વોલિફાય કરવાના દૃષ્ટિકોણથી ભારત સામેની મેચ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. જો પાકિસ્તાન આ મેચમાં હારી જાય છે તો પોઈન્ટ ટેબલ તે કેટલી ખરાબ રીતે હારે છે તેના પર નિર્ભર રહેશે. જો પાકિસ્તાન એકતરફી મેચ હારી જાય છે તો તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચી શકે છે. આ ઉપરાંત સુપર-8 માટે ક્વોલિફાય થવાના પાકિસ્તાનના સપનાને પણ મોટો ફટકો પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply