Skip to main content
Settings Settings for Dark

દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી બલવીર સિંહ સીનિયરનું દેહાવસાન

Live TV

X
  • 1948, 1952 તથા 1956માં ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારી ટીમનો હિસ્સો રહેલા દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી બલવીર સિંહ સીનિયરનું દેહાવસાન થયું છે. 

    95 વર્ષીય બલવીર છેલ્લા બે સપ્તાહથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સોમવારે સવારે તેમનું નિધન થતાં પરિવારજનોમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. 

    નોંધનીય છે કે, તેમનું 1957માં પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી બલવીર સિંહના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્ર કંવલબીર, કરણબીર અને ગુરબીર છે.  તેમના નિધનને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply