દીવના કૌશલ પારેખનું ‘ફીટ ઇન્ડિયા’ અંતર્ગત અભિયાન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ફિટ ઇન્ડિયા અભિયાન જે પ્રત્યેક નાગરિકોને સ્વસ્થ રહેવા તથા પોતાની જીવનશેલીમાં ખેલકુદ અને ભાગદોડને સામેલ કરવા પ્રેરિત કરે છે. ફિટનેસ એટલે કોઈપણ પરિસ્થિતિ હોઈ એમાં યેનકેન પ્રકારે ગોઠવાઈ જવું..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ફિટ ઇન્ડિયા અભિયાન જે પ્રત્યેક નાગરિકોને સ્વસ્થ રહેવા તથા પોતાની જીવનશેલીમાં ખેલકુદ અને ભાગદોડને સામેલ કરવા પ્રેરિત કરે છે. ફિટનેસ એટલે કોઈપણ પરિસ્થિતિ હોઈ એમાં યેનકેન પ્રકારે ગોઠવાઈ જવું.. આવી સાદી સમજને દીવના લોકો ખરી સાબિત કરી છે. દીવના સ્થાનિક કૌશલ ભાઈ પારેખ કે જેમને મોદીજી ની મુહિમ ‘ફિટ ઇન્ડિયા’ને સાકાર કરવા લોક ડાઉન દરમિયાન એક મુહિમ ચાલુ કરી છે શરૂવાત માં ફક્ત 2 થી 4 લોકો હતા પણ અતિયારે 25 થી લોકો જોડાઈ ગયા છે.
કોરોના મહામારી દરમ્યાન જિમ બંધ હતા. શ્રમિક અને મધ્યમ વર્ગને સમય અને નાણાંની ગણતરીએ સ્વાસ્થ્ય માટે જિમ જોઈન્ટ કરી શકવા અસમર્થ લોકો માટે દીવના સમુન્દ્ર સાઈકલિંગ ટ્રેક સ્વાસ્થ્ય માટે હાથવગું સંસાધન બની રહીયો છે.
શિયાળાની વહેલી સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો જલનઘર બીચ ચકરતીર્થ બીચ નાગવા બીચ પર ,સાયકલિંગ,વૉકિંગ, યોગા,અને રમતો માટે કરતા દ્રશ્યમાન થાય છે. એમાં પણ ખાસ કરી યુવા વર્ગમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા વધી છે અને પ્રધાનમંત્રી ના ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાઈ પોતાને સ્વસ્થ રાખી સમાજ અને દેશને મજબૂતી બક્ષવામાં લોકભાગીદારી નોંધાવી છે.
સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખનાર લોકોનું કહેવું છે કોરોના મહામારીમાં કસરત,યીગ,વ્યકિને તનમન થી તંદુરસ્ત રાખવા સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
