દેશમાં બસ્તર ઓલિમ્પિક દ્વારા નવી ક્રાંતિનો જન્મ થયોઃ પીએમ મોદી
Live TV
-
'મન કી બાત'ના 117મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું, "આ શિયાળાની ઋતુમાં દેશભરમાં રમતગમત અને ફિટનેસ સંબંધિત ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. લોકો તેમની દિનચર્યામાં ફિટનેસનો સમાવેશ કરી રહ્યાં છે."
તેમણે કાશ્મીરમાં સ્કીઇંગ અને ગુજરાતમાં પતંગોત્સવની કરી વાત. 'સન્ડે ઓન સાઇકલ' અને 'સાઇકલિંગ ટ્યુડેડે' જેવા અભિયાનની પ્રશંસા કરી, જે લોકોને સાઇકલ ચલાવવાને ફિટનેસનો એક ભાગ બનાવવા માટે પ્રેરિત કરે છે.
બસ્તર ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ તેને છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં નવી ક્રાંતિ ગણાવી હતી. આ વિસ્તાર અગાઉ માઓવાદથી પ્રભાવિત હતો, પરંતુ હવે રમતગમત દ્વારા નવી ઊર્જા મળી રહી છે.
તેમણે કહ્યું, "બસ્તર ઓલિમ્પિક દ્વારા બસ્તરમાં એક નવી ક્રાંતિનો જન્મ થઈ રહ્યો છે. મારા માટે આ સપનું સાકાર થયું તે ખૂબ જ આનંદની વાત છે. બસ્તર ઓલિમ્પિકના માસ્કોટ 'જંગલી ભેંસા' અને 'પહારી મૈના' સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. બસ્તરનો આ મહાકુંભનો મંત્ર છે 'કરસે તા બસ્તર, બરસે તા બસ્તર' એટલે કે બસ્તર રમશે, બસ્તર જીતશે."
પીએમ મોદીએ કહ્યું કે, આ ઈવેન્ટમાં સાત જિલ્લાના 1.65 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે યુવાનોના નિશ્ચય અને સફળતાની પ્રેરણાદાયી વાર્તા ગણાવી હતી.
બસ્તર ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સ, તીરંદાજી, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, વેઈટલિફ્ટિંગ, કરાટે, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ જેવી રમતોનો સમાવેશ, જેમાં યુવાનોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.
તેમણે બસ્તર ઓલિમ્પિકના પ્રેરણાદાયી સહભાગીઓની વાત કરી. તીરંદાજીમાં સિલ્વર મેડલ વિજેતા કારી કશ્યપ, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા પાયલ કાવાસી અને વ્હીલચેર રેસર સુકમાની પૂનમ સન્ના, જેણે નક્સલ પ્રભાવને માત આપીને મેડલ જીત્યા હતા. આ સિવાય કોડાગાંવના તીરંદાજ રંજુ સોરીને 'બસ્તર યુથ આઈકોન' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, "બસ્તર ઓલિમ્પિક માત્ર એક રમતોત્સવ નથી. તે વિકાસ અને રમતગમતનો સંગમ છે, જ્યાં આપણા યુવાનો તેમની પ્રતિભાનું સન્માન કરી રહ્યા છે અને નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. હું તમને બધાને તમારા વિસ્તારોમાં ઓલિમ્પિકમાં ભાગ લેવાની અપીલ કરું છું."