Skip to main content
Settings Settings for Dark

નીરજ ચોપડાએ, બે વર્ષ પછી પોતાનો પહેલો ડાયમંડ લીગ ખિતાબ જીત્યો

Live TV

X
  • ભારતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા, ભાલા ફેંકનાર નીરજ ચોપડાએ ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી

    પેરિસના ચાર્લેટ સ્ટેડિયમ ખાતે આયોજિત ડાયમંડ લીગ મીટમાં શાનદાર પ્રદર્શન કરીને નીરજ ચોપડાએ બે વર્ષ પછી પોતાનો પહેલો ડાયમંડ લીગ ખિતાબ જીત્યો. નીરજ પોતાના પહેલા જ પ્રયાસમાં 88.16 મીટર ભાલા ફેંકીને આગળ નીકળી ગયો, જે અંત સુધી રહ્યો અને તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો. આ સિઝનની તેની બીજી ડાયમંડ લીગ ઇવેન્ટ હતી. અગાઉ, તેણે મે મહિનામાં દોહામાં ભાગ લીધો હતો. જ્યાં તેણે પહેલી વાર 90 મીટરનું અંતર પાર કર્યું હતું અને 90.23 મીટરનો ભાલા ફેંક્યો હતો, જે તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

    આ વર્ષે દોહા ડાયમંડ લીગ અને પોલેન્ડમાં જનુઝ કુશોચિંસકી મેમોરિયલમાં, નીરજને હરાવનાર જર્મનીના જુલિયન વેબર આ વખતે 87.88 મીટરના અંતર સાથે બીજા સ્થાને રહ્યા. બ્રાઝિલના લુઇઝ મૌરિસિયો દા સિલ્વા 86.62 મીટરના પ્રયાસ સાથે ત્રીજા સ્થાને રહ્યા અને પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે દક્ષિણ અમેરિકન રેકોર્ડ પણ બનાવ્યો. ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ, જેમની પાસેથી સખત લડાઈની અપેક્ષા હતી, તે 8૦.29 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પાંચમા સ્થાને રહ્યા. બીજી તરફ, ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ 81.66 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહ્યા. નીરજ માટે આ આઠ વર્ષ પછી પેરિસ ડાયમંડ લીગમાં વાપસી હતી. તેણે છેલ્લે 2017 માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં તે 84.67 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપડાનો આગામી મુકાબલો હવે 24 જૂને ચેક રિપબ્લિકમાં યોજાનારી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 એથ્લેટિક્સ મીટમાં થશે. આ પછી, 5 જુલાઈએ, તેઓ બેંગલુરુમાં 'નીરજ ચોપડા ક્લાસિક'ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરશે, જે વર્લ્ડ એથ્લેટિક્સની કેટેગરી-એસ્પર્ધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply