ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ પગમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર, વિલ યંગને ટીમમાં મળ્યું સ્થાન
Live TV
-
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ નહીં રમી શકે.
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. પગમાં ઘણા સમયથી ઈજા થઈ હોવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. ડેરિલ મિશેલની જગ્યાએ વિલ યંગને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મિશેલને 7 મહિના કરતા વધુ સમયથી પગમાં ઈજા થઈ છે તેમને જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની T20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ડેરિલ મિશેલ ટેસ્ટ મેચમાં 53.46ની સરેરાશ ધરાવે છે. કોચ ગેરી સ્ટીડે જણાવ્યું કે, ‘ડેરિલ મિશેલને પહેલા થોડો આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ ડોકટરોની સલાહ અનુસાર ડેરિલને વધુ આરામની જરૂર છે. વિલ યંગ એક નિશ્ચિતરૂપે એક સારો વિકલ્પ છે. અમારી પાસે જે પણ ટીમ છે, તે ટીમથી અમે ખુશ છીએ. ડેરિલે તમામ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ હાલમાં તેઓ આરામ કરે તે ખૂબ જ જરૂરી છે.’