ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડેમાં ભારતની હાર, હવે ઈન્દોરમાં ફાઈનલ જંગ ખેલાશે
Live TV
-
રાજકોટના સ્થાનિક નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં પ્રવાસી ટીમે શાનદાર વાપસી કરી છે. ડેરિલ મિશેલની અણનમ 131 રનની સદીને કારણે ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ ત્રણ મેચોની આ વનડે શ્રેણી હવે રોમાંચક વળાંક પર પહોંચી છે અને આગામી 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ફાઈનલ મેચ નિર્ણાયક બની રહેશે.

કેએલ રાહુલની સદી એળે ગઈ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 92 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓપનર શુભમન ગિલે 56 રન અને રોહિત શર્માએ 24 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, વિરાટ કોહલી (23) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિશ્ચિયન ક્લાર્કે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.ડેરિલ મિશેલ અને વિલ યંગની શાનદાર ભાગીદારી
285 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી અને ટીમે 46 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ વિલ યંગ (87) અને ડેરિલ મિશેલે મેદાન ગજવ્યું હતું. બંને વચ્ચે 162 રનની વિશાળ ભાગીદારી થઈ હતી. ડેરિલ મિશેલે 117 બોલમાં 131 રનની આક્રમક ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. તેને ગ્લેન ફિલિપ્સનો (32*) સારો સાથ મળ્યો હતો.ભારતીય બોલરો રાજકોટની પીચ પર કિવી બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.