Skip to main content
Settings Settings for Dark

પંચમહાલમાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

Live TV

X
  • પંચમહાલમાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ: 26 હજાર ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા

    પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં 11 જેટલી વિવિધ રમતોમાં કુલ ૨૬ હજારથી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

    શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો આશાવાદ

    આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં આશા વ્યક્ત કરી હતી કે, આ મહોત્સવમાં ભાગ લેનાર યુવા પ્રતિભાઓ આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ અને ઓલમ્પિક ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશ અને રાજ્યનું નામ રોશન કરે.

    આત્મનિર્ભર ભારત માટે સામૂહિક સંકલ્પ

    ખેલ મહોત્સવના આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા તમામ લોકોએ એક મહત્વનો સામૂહિક સંકલ્પ લીધો હતો. સૌ લોકોએ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે સંકલ્પ કર્યો હતો. આ સાંસદ ખેલ મહોત્સવ માત્ર રમત-ગમત નહીં, પણ રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશી ભાવનાને પણ પ્રોત્સાહન આપવાનું પ્લેટફોર્મ બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply