પાંચ વખત વિશ્વ વિજેતા ટીમ રહેલી બ્રાઝિલ ફિફા વર્લ્ડકપમાંથી બહાર
Live TV
-
બે વાર ફૂટબોલ વિશ્વ ચેમ્પીયન બનનાર આર્જેટીનાની ટીમ કતારમાં ચાલી રહેલ ફૂટબોલ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોચી ગઇ છે. ટીમે શુક્રવારે મોડીરાત્રે રમાયેલ મેચમાં નેધરલેન્ડની ટીમને પેનેલ્ટી શૂટ આઉટમાં 4-3 થી હરાવ્યું હતું. આર્જેન્ટીનાની ટીમ હવે સેમિફાઇનલમાં બ્રાઝીલને હરાવનાર ક્રોએશિયા સામે ટકરાશે. મેચમા હુએલ મોરીનાએ આર્જેન્ટીનાને 35મી મિનીટે 1-0ની સરસાઇ અપાવી હતી. જ્યારે પાંચવાર વિશ્વકપ ચેમ્પીયન બનેલી બ્રાઝીલ ટીમ કતારમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ છે. ટીમ શુક્રવારે ક્વાટર ફાઇનલ મેચમાં ક્રોએશિયા સામે પેનેલ્ટી શૂટ આઉટમાં 4-2 થી હારી હતી.
