પેરાલિમ્પિકમાં પાંચમાં દિવસે નિતેશ કુમારે ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ, યોગેશ કથુનિયાએ ડિસ્ક થ્રોમાં સિલ્વર જીત્યો
Live TV
-
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા
ભારતે પેરિસ પોરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. નીતિશ કુમારે બેડમિન્ટન મેન્સ સિંગલ્સની કેટેગરીમાં ફાઈનલમાં જીત મેળવી હતી. તેણે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21 થી હરાવ્યો હતો. તેના પહેલા યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતે પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે. આજે ભારત બેડમિન્ટન, એથ્લેટિકસ, શૂટિંગ અને તીરંદાજીમાં પણ મેડલ જીતી શકે છે. ભારતના નિત્યા શ્રી સિવાન અને શિવરાજન સોલાઈમલાઈ પેરા બેડમિન્ટન મિક્સ્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયા હતા.
નીતીશ કુમારે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો.નીતેશ કુમારે બેડમિન્ટનની મેન્સ સિંગલ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
યોગેશ કથુનિયાએ 42.22 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો
પાંચમાં દિવસે યોગેશે મેન્સ ડિસ્ક્સ થ્રો ફાઈનલમાં તેના પ્રથમ થ્રોમાં 42.22 મીટરનો સ્કોર કર્યો. આ તેનો સિઝનનો બેસ્ટ થ્રો હતો. આ સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
