પેરિસમાં 29 મેડલ જીતનાર પેરા-એથ્લેટ્સને મળ્યા PM, મેડલ વિજેતાઓને આપી શુભેચ્છા
Live TV
-
પેરિસ પેરાલિમ્પિક્સ-2024 માં ઐતિહાસિક 29 મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનારા પેરા-એથ્લેટ્સને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતાઓને અભિનંદન પણ પાઠવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ખેલાડીઓ સાથે એક કલાકથી વધુ સમય સુધી વાત કરી તેમની સફળતાની ગાથાઓ સાંભળી. નોંધનીય છે કે ભારતે ઐતિહાસિક પેરાલિમ્પિક અભિયાનમાં 29 મેડલ જીત્યા છે. 7 ગોલ્ડ, 9 સિલ્વર, 13 બ્રોન્ઝ મેડલ મળી ભારતે કુલ 29 મેડલ મેળવ્યા છે,,, ઉલ્લેખનીય છે કે 2021માં ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા.
પેરિસમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અવની લેખારાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તાક્ષરિત ટી-શર્ટ ભેટમાં આપી હતી. પ્રધાનમંત્રીને આપવામાં આવેલી ટી-શર્ટની પાછળ લખેલું હતું, “તમારા સમર્થન માટે આભાર સર.”
મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મોના અગ્રવાલે કહ્યું, “અમે પ્રધામંત્રી સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેણે અમારી સાથે અંગત રીતે વાત કરી. હું હંમેશા પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ મળવા માંગતી હતી અને હવે મને આ તક મળી છે. તેમણે મારા બાળકો અને મારા પરિવાર વિશે પૂછ્યું. તે ખરેખર સારું લાગે છે કે દેશના પ્રધાનમંત્રી અમારા પરિવારો વિશે સારી રીતે જાણે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા પછી, તીરંદાજીમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર હરવિંદર સિંહે કહ્યું, “મેં મારું તીર પ્રધાનમંત્રી મોદીને ભેટમાં આપ્યું હતું જેનો ઉપયોગ પેરાલિમ્પિક્સમાં કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ અમને ઘણી પ્રેરણા આપી અને તેમણે અમારી ટીમને અભિનંદન આપ્યા.
