પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતને નિરાશા, પેરીસ ઓલમ્પિકમાં પુરુષ હોકીમાં આર્જેન્ટિના અને ભારતનો મુકાબલો 1-1 થી ડ્રો
Live TV
-
ભારતીય શૂટર રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલની મહિલા વર્ગમાં મેડલ ચૂકી ગયા હતા. તે ફાઇનલમાં 7મા ક્રમે રહ્યા હતા.
પેરીસ ઓલમ્પિકમાં આજે ત્રીજા દિવસે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો .ભારતીય ટીમ હવે 30 જુલાઇએ પૂલ બીની મેચ આયરલેન્ડ સામે રમશે. લક્ષ્ય સેને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સના ગ્રુપ સ્ટેજમાં તેની બીજી મેચ જીતી લીધી છે. તેણે બેલ્જિયમના જુલિયન કારાગીને હરાવ્યો. શૂટર અર્જુન બાબુતા પણ મેડલ જીતી શક્યા ન હતા. છેલ્લા શોટમાં અર્જુનનો 9.5નો સ્કોર થયો હતો. તેમને જીતવા માટે 10.7 પોઈન્ટની જરૂર હતી.ભારતીય શૂટર રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલની મહિલા વર્ગમાં મેડલ ચૂકી ગયા હતા. તે ફાઇનલમાં 7મા ક્રમે રહ્યા હતા.
