પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન
Live TV
-
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન થઇ રહ્યું છે. આજે ભારતીય ખેલાડીની નજર શોર્ટ પુટ, હાઇ જમ્પ, અને તિરંદાજીમાં મેડલ જીતવા પર રહેશે. રવિ રોંગાલી પુરુષોના શોર્ટ પુટ સ્પર્ધાના એફ-40 વર્ગના ફાઇનલમાં મેદાનમાં ઉતરશે. જ્યારે ઉચીકુદ સ્પર્ધામાં નિષાદ કુમાર ટી-47ની ફાઇનલ રમશે. તિરંદાજીમા વ્યક્તિગત કંમ્પાઉન્ડીંગ સ્પર્ધાની કાસ્ય મેડલ મેચમાં રાકેશકુમારનું લક્ષ મેડલ જીતવા પર રહેશે. આ ઉપરાંત આજે બેડમિન્ટન, શૂટીંગ તેમજ એથલેટીક્સમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવાના મનસુબા સાથે સ્પર્ધામાં ભાગ લેશે.
પેરાલિમ્પિકના બીજા દિવસે ભારતે ચાર મેડલ જીત્યા હતા. મનિષ નરવાલે મેન્સ 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પ્રીતિ પાલે વુમન્સ 100 મીટર રેસમાં (T35) બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે અવની લેખરાએ વુમન્સ 10 મીટર એર રાયફલ (SH1) શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
