પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 28 રને ભારતનો પરાજય, જીત સાથે ઇંગ્લિશ ટીમે શ્રેણીમાં 1-0ની મેળવી સરસાઈ
Live TV
-
હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં બીજી ઈનિંગમાં 231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 202 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઇંગ્લેન્ડે ભારત સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 28 રને જીતી લીધી છે. આ જીત સાથે ઇંગ્લિશ ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં બીજી ઈનિંગમાં 231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 202 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ 39 રન જ્યારે રવિચંદ્રન અશ્વિન અને કેએસ ભરતે 28-28 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરી રહેલા ટોમ હાર્ટલીએ ભારતની 7 વિકેટ ઝડપી હતી. હવે બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.